અમદાવાદ : અમદાવાદના ગોતામાં આવેલા ગોતા હાઉસિંગમાંથી 2 દિવસ પહેલા 7 વર્ષની બાળકી ગુમ થઇ જતા પોલીસ દોડતી થઇ હતી. અને આ સમગ્ર કેસ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવ્યો હતો. ક્રાઇમબ્રાંચ દ્વારા ગણતરીના કલાકોમાં જ આ કેસ ઉકેલી નાખવામાં આવ્યો હતો. સોલા પોલીસ અને ક્રાઇમબ્રાંચ બાળકીની શોધખોળ કરી રહી હતી ત્યારે મંગળવારે સાંજે ઓગણેજ ટોલનાકા પાસે થી બાળકીનો મૃતદેહ મળી આવી હતી. બાળકીની મૃતદેહ નિવસ્ત્ર અને કોહવાઈ ગયેલી હતી. બાળકીનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર બાળકીને કોઈ ફેરિયો કે ભિક્ષુક ઉપાડી ગયો હોવાની શન્કા હતી. પણ પોલીસે CCTV ના ફૂટેજ તપસ્યા હતા અને તેના આધારે જાણવા મળ્યું કે પાડોશી યુવક જ બાળકી ને ઉપાડી ગયો હતો. આ યુવક મૃત બાળકી ખુશી રાઠોડનો પરિચિત હોવાનું સામે આવ્યું હતું. અને પોલીસે પાડોશી યુવકની ધરપકડ કરી અને જેમાં તેણે કબુલ્યું કે બાળકીની માતા અને તેની વચ્ચે પ્રેમ સબંધ હતો તેના કારણે બાળકીની હત્યા કરી હતી.