ગુજરાત : કોરોના કહેરના કારણે લોકડાઉનમાં શ્રમિકો પોતાના વતનમા જતા રહ્યા હતા. લોકડાઉન બાદ રાજ્યમાં ધીરે ધીરે જનજીવન સામાન્ય બની રહ્યું છે. શ્રમિકો પોતાના વતન માંથી ગુજરાતમાં પાછા ફરી રહ્યા છે. વતન માંથી પરત ગુજરાતમાં આવી રહેલા પરપ્રાંતિય શ્રમિકોને કોવિડના લક્ષણો માટે તપાસણી ફરજિયાત છે. અને તે ટેસ્ટ કરાવવા માટેનો જે ખર્ચો થવાનો કોઈ તે ખર્ચ દૂકાન, ફેક્ટરી કે સંસ્થાન એમ તમામ પ્રકારના નોકરીદાતાએ (માલિકે) ઉઠાવવો પડશે. આના માટે સ્પષ્ટ આદેશ શનિવારે ગૃહ વિભાગે કર્યો હતો. જો માલિક પોતાના શ્રમિકો (કામદારો)નો ટેસ્ટ નહી કરાવે તો તેમને સાત દિવસ શ્રમિકોને ક્વોરન્ટાઈનમાં રાખવાનો ખર્ચ પણ ભોગવવો પડશે.
ગૃહ વિભાગે દૂકાન, ફેક્ટરી કે સંસ્થાન એમ તમામ પ્રકારના માલિકો પાસેથી દરરોજ પરત આવી રહેલા શ્રમિકોની સંખ્યા, તબીબી ચકાસણી સાથેનું સમરીપત્ર મોકલવા આદેશ કર્યો છે. અચાનક તપાસ દરમિયાન જો કોઈ અનિયમિતતા જણાઈ તો સંસ્થાન કે ફેક્ટરીના માલિક પાસેથી રૂપિયા 10 હજારથી લઈને રૂપિયા 5 લાખ સુધીનો દંડ વસૂલવા જિલ્લા વહિવટીતંત્ર અને મ્યુનિસિપાલિટીના અધિકારીઓને છુટ આપી છે. અને જો ગાઈડલાઈનના ભંગના કિસ્સામાં ફોજદારી ગુનો નોંધવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
ગૃહ વિભાગના સેક્શન ઓફિસર ધર્મેશ પરમારની સહી સાથે શનિવારે પ્રસિધ્ધ હુકમમાં કહેવાયુ છે કે, બહારથી આવનારા શ્રમિકોમાં કોવિડ-19 ના લક્ષણો જણાય તો તેને ક્વોરન્ટાઈનમાં રખવા, હેલ્થ સ્કિનિંગ કરાવી એન્ટીજન ટેસ્ટ કરાવવાની જવાબદારી માલિકની રહેશે. માલિકે તમામ કામદારોના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવવી, કામના સ્થળે સાબુ અને સેનિટાઈઝરની વ્યવસ્થા અને એકથી વધુ કામની સીફ્ટ હોય તો દરેક સીફ્ટ પેહેલા સ્ક્રિંનિંગ કરીને તેનો રેકર્ડ પણ જાળવવો પડશે.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

