સોલા વિસ્તારમાં PCBએ રેડ કરી દેશી દારૂનું વેચાણ પકડાયું

પ્રતીકાત્મક તસ્વીર 
અમદાવાદ : સમગ્ર શહેરમાં દેશી દારૂનું વેચાણ બંધ છે. પરંતુ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. સોલા પોલીસની રહેમનજર હેઠળ દેશી દારૂનું વેચાણ થતું હોવાને લઇ છેવટે પોલીસ કમિશનરની સ્કવોડ પ્રિવેન્સન્સ ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)એ દરોડા પાડી દેશી દારૂ પકડ્યો છે. PCBની ટીમને માહિતી મળી હતી કે, ચાંદલોડીયામાં  દુર્ગા સ્કૂલ પાસે આવેલા ગાયત્રીનગરના છાપરામાં રહેતી હીરાબેન દંતાણી નામની મહિલા બુટલેગર દારૂ નું વેચાણ કરે છે. તેના આધારે PCBએ ત્યાં દરોડો પડ્યા હતો. પોલીસને બે થેલા મળી આવ્યા હતા. થેલામાં તપાસ કરતા દેશી દારૂની થેલીઓ મળી આવી હતી. 60 લીટર દેશી દારૂ પોલીસને મળ્યો હતો. પોલીસે તમામ દેશી દારૂ કબ્જે કર્યો હતો.

તપાસમાં જાણવા મળ્યું કે ગોતા હાઉસિંગના બુટલેગર પાસેથી દેશી દારૂ લાવીને મહિલા વેચતી પોલીસે આરોપી હીરાબેન દંતાણીની પૂછપરછ કરતા ગોતા હાઉસિંગ વિસ્તારમાં કમલેશ સિંધી નામના બુટલેગર પાસેથી દેશી દારૂ વેચવા માટે લાવી હતી અને ગ્રાહકોને દારૂ વેચતી હતી. અમદાવાદમાં પોલીસ કમિશનરે દારૂ અને જુગાર બંધ કરાવ્યો છે ,પરંતુ સોલામાં વહીવટદાર અને પીઆઇ બુટલેગરોને સાચવી રહ્યા છે.તેવું જોવા મળી રહ્યું છે.  દેશી દારૂ વિસ્તારમાં વેચાય છે જે સોલા પોલીસને જાણ છે, પરંતુ પોલીસ કેસ કરતી નથી. થોડા દિવસ પહેલા પણ સોલાના જ લિસ્ટેડ બુટલેગર અજય દંતાણીને બોપલ પોલીસે પોતાની હદમાંથી મોટા દારૂના જથ્થા સાથે સપલાય કરતા પકડી લીધો હતો.