નવી દિલ્હી : કોરોના સામે જંગ ની દિશામાં વૈજ્ઞાનિકોએ નવા નવા સંશોધન કરી રહ્યા છે અને આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ એક નવી રેપિડ ટેસ્ટ વિકસિત કરી છે. અને ન્યૂનતમ ઉપકરણ સાથે આ ટેસ્ટથી માત્ર એક કલાકની અંદર જ પરિણામ મેળવી શકાય છે. આ પદ્ધતિથી માપદંડ મુજબ કોરોનાની ઓળખ થઈ શકે છે. આ ટેસ્ટનું નામ સ્ટોપ કોવીડ (Stop Covid) આપવામાં આવ્યું છે.
અમેરિકાની મેસાચ્યૂસેટ્સ ઓફ ટેક્નોલૉજી (MIT)ના શોધકર્તાઓનું કહેવું છે કે, સ્ટોપ કોવીડ (Stop Covid) નામની આ ટેસ્ટને એટલી સરળ અને વ્યાજબી બનાવી શકાય છે કે, તેનાથી લોકો રોજ પોતાનો ટેસ્ટ જાતે જ કરી શકશે. “ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિન”માં પ્રકાશિત રિસર્ચ અનુસાર, આ નવો ટેસ્ટ 93 ટકા પોઝિટિવ કેસોની ઓળખ કરવામાં ખરો સાબિત થયો છે. આ ટેસ્ટને 402 કોરોના સંક્રમિતોના સ્વૈબ સેમ્પલ પર ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ નવી પદ્ધતિ મારફતે કોઈ પણ દર્દીના નમૂનામાં વાઈરસની આનુવંશિક સામગ્રીની સાથે મેગ્નેટિક બીડ્સ થકી સંક્રમણની ઓળખ કરવામાં આવશે.
શોધકર્તાઓ હાલ લાળના નમૂના સાથે સ્ટોપ કોવિડને પારખી રહ્યાં છે. આ પદ્ધતિથી ઘરે જ તપાસ કરવી સરળ થઈ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આપણ આ સ્થિતિમાં રેપિડ ટેસ્ટિંગની જરૂરત છે. જેનાથી લોકો ખુદ જ રોજેરોજ ટેસ્ટ કરી શકે. આમ કરવાથી કોરોના મહામારીને કાબૂમાં કરવામાં પણ મદદ મળશે. અને વૈજ્ઞાનિકોએ આશા વ્યક્ત કરી છે કે, ક્લીનિક, ફાર્મસી, નર્સિંગ હોમ અન સ્કૂલના પ્રમાણથી આ ટેસ્ટનો વિકાસ કરવામાં આવી શકે છે. MITના શોધકર્તા જુલિયા જૉંગે કહેયું કે, અમે સ્ટોપ કોવિડ ટેસ્ટ વિક્સિત કરી છે. જેના થકી એક જ સ્ટેપમાં પરિણામ જાણી શકાશે. એટલે કે આ ટેસ્ટ લેબ વ્યવસ્થાને બહાર કોઈ નિષ્ણાંત વિના પણ કરી શકાશે. સ્ટોપ કોવિડ નામની આ નવી પદ્ધતિ ઘણી જ સસ્તી પણ હશે.