ગુજરાત યુનિવર્સિટીની ઓન લાઈન પરીક્ષા માટે આશરે 12,000 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓ પરંતુ ઓફ લાઈન પરીક્ષા આપવા માંગતા હોય તેવા વિધાર્થીઓ માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે.
ઓન લાઈન પરીક્ષા માટે નોંધાયેલા, પરંતુ ઓફલાઈન પરીક્ષા આપવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને સત્તાવાળાઓએ આ વિદ્યાર્થીલક્ષી નિર્ણય કર્યો છે.
પરીક્ષા વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષામાં બેસવા માટે પસંદગી આપેલ છે. તે વિદ્યાર્થીઓ પણ આ ઓફલાઈન પરીક્ષા આપી શકશે, ત્યારબાદ ઓનલાઈન પરીક્ષા આપવાની રહેતી નથી. તેમ છતાં જો વિદ્યાર્થી ઓફલાઈન તથા ઓનલાઈન બન્ને પરીક્ષા આપશે તો માત્ર ઓફલાઈન પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે જ પરિણામ તૈયાર કરવામાં આવશે.
આ પરીક્ષાઓ 3જી થી 10મી સપ્ટેમ્બર અને 12મી થી 19મી સપ્ટેમ્બર 2020 એમ બે તબક્કાઓમાં યોજવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા જ આપવાના છે. તેમની માટે હવે પછી પરીક્ષા કાર્યક્રમ જાહરે કરવામાં આવશે.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.