સુપ્રીમ કોર્ટે મંગળવારે કરેલી સુનાવણીમાં એડજેસ્ટ ગ્રોસ રેવેન્યુ (AGR) મામલે ટેલીકોમ કંપનીઓને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે એ કંપનીઓને AGR બાકી ચૂકવવા માટે 10 વર્ષનો સમય આપ્યો છે. આ નિર્ણયથી ખાસ કરીને વોડાફોન આઇડિયા અને એરટેલ કંપનીઓને મોટી રાહત છે.
વોડાફોન આઇડિયા અને ભારતી એરટેલે AGR લેણા ચૂકવવા માટે 15 વર્ષનો સમયગાળો માંગ્યો હતો. હજુ સુધી 15 ટેલિકોમ કંપનીઓ માત્ર 30,254 કરોડ રૂપિયા ચૂકવ્યાં છે જ્યારે કુલ ચૂકવણી 1.69 લાખ કરોડ રૂપિયા છે.
AGR શું છે
એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યુ (AGR) સંદેશાવ્યવહાર મંત્રાલયના દૂરસંચાર વિભાગના (DoT) દ્વારા ટેલીકોમ કંપનીઓ પાસેથી લેવામાં આવતા ઉપયોગ અને લાઇસન્સ ફી છે. જેના બે ભાગ હોય છે સ્પેકટ્રમ ઉપયોગ ચાર્જ અને લાઇસન્સ ફી, જે ક્રમશ 3-5 ટકા અને 8 ટકા હોય છે.
ટેલીકોમ વપરાશકર્તાઓ માટે સારા સમાચાર છે. હવે ટેલીકોમ કંપનીઓ ટેરિફ હાલમાં વધારશે નહીં. જેમાં કોલીગ અને ઈન્ટરનેટના ટેરિફ પ્લેનના વધારો થશે નહિ. જસ્ટિસ મિશ્રાએ 2 સપ્ટમ્બરે એટલે કે બુધવારના રોજ નિવૃત્ત થઇ રહ્યાં છે.
કોર્ટે જણાવ્યું હતું કે આ નિર્ણય ત્રણ આધાર પર થશે.
પહેલું - ટેલિકોમ કંપનીઓને AGR લેણા ચુકવવા માટે ટુકડા-ટુકડામાં AGR લેણા ચુકવવા માટે સમયગાળો આપવામાં આવે
બીજુ - જે કંપનીઓ નાદારી પ્રક્રિયામાંથી પસાર થઇ રહી છે તેમના બાકી રહેલા નાણા કેવી રીતે વસૂલવામાં આવે
ત્રીજુ - શું આવી કંપનીઓ દ્વારા પોતાના સ્પેકટ્રમને વેચવાનું કાયદેસર છે.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.