કોરોના વાયરસનું રહસ્ય? : "મારી પાસે પુરાવા છે... કોરોના ચીને જ બનાવ્યો છે" ડો. લિ મેંગ યાન

આખા વિશ્વમાં કોરોના વાયરસ ફેલાયેલો છે અને આ વાયરસ ચીન ફેલાવી રહ્યું છે તેવો આખા વિશ્વનો આક્ષેપ કર્યો છે. ચીનના ડરથી અમેરિકા ભાગી આવેલી એક વાઇરોલોજિસ્ટે દાવો કર્યો છે કે બીજિંગે કોરોના વાયરસ તૈયાર કર્યો અને પછી મહામારી ને સંતાડવનો પ્રયત્ન કર્યો. ડો. લી મેંગ યાને કહ્યું છે કે તે પુરાવા રજૂ કરશે કે જેનાથી સાબિત થશે કે કોરોના વાયરસ એ ચીનની લેબમાં જ તૈયાર કરવામાં આવ્યો હતો.

ડો. લી મેંગ યાન નું કહેવું છે કે તે એવા પુરાવા રજૂ કરશે કે વૈજ્ઞાનિકો અને સામાન્ય વ્યક્તિ પણ સમજી શકશે કે આ વાયરસ માણસો દ્વારા તૈયાર કરવામાં આવેલો છે. ડો. લી મેંગ યાન એ હોંગકોંગ યુનિવર્સિટીમાં સંશોધનકર્તા તરીકે કામ કરતી હતી જ્યારે તેણે કોરોના વાયરસ વિશે અભ્યાસ શરૂ કર્યો.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, પોતાના જીવને જોખમ છે તેવુ જાણ થતા ડો. લી મેંગ યાન અમેરિકા જતી રહી અને ત્યાં એક ગુપ્ત જગ્યાએ રહેતી હતી. ચીનની સરકારે તેમની સાથે સંબંધિત તમામ માહિતીને સરકારી ડેટાબેઝમાંથી ડિલીટ કરી નાખી છે. વાઇરોલોજિસ્ટ ડો. લી મેંગ યાને સ્પષ્ટ જણાવ્યું કે વુહાનની લેબમાં જ કોરોના વાયરસ બનાવવામાં આવ્યો છે. પરંતુ ચીન વારંવાર વાત નકારી દે છે. ડો. લી મેંગ યાને જણાવ્યું હતું કે વાયરસનો Genome Sequence ફિંગર પ્રિન્ટ જેવો છે, જેથી ખબર પડે કે તે લેબ માંથી આવ્યો છે કે કુદરતી છે. 

ડો. લી મેંગ યાને કહ્યું કે હોંગકોંગ છોડ્યા પછી ચીની સરકારે તેમના વિશેનો તમામ ડેટા ડિલીટ કરી દીધા છે. તેમની સાથે કામ કરતા લોકોને અફવાઓ ફેલાવવા માટે કહેવામાં આવ્યું હતું કે તે ખોટુ છે અને તેમને કઇ ખબર નથી. ડો. લિ મેંગ યાને દાવો કરે છે કે તે કોરોના વાયરસનો અભ્યાસ કરનારમાંથી પસંદગીના વૈજ્ઞાનિકોમાંથી એક છે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.