એક જ જગ્યાએ થી 19 બાળકો કોરોના પોઝિટિવ આવતા હડકંપ, રાજકોટની સ્થિતિ ચિંતાજનક

રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે કોરાના પોઝિટિવ કેસોમાં સતત વધી રહ્યા છે. રાજકોટમાં ઓબ્જર્વેશન હોમમાં રહેલા 41 જેટલા બાળકોમાંથી 19 બાળકો કોરોનાથી  પોઝીટીવ થયા છે.

રાજકોટમાં સતત વધી રહેલા કેસને લઈ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા આ બાળકોના રેપીડ ટેસ્ટ કરાવ્યા હતા અને 19 બાળકો પોઝીટીવ નીકળતા તમામ બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાકીના બાળકોને ત્યાંજ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. પરંતુ તેમાંથી પોઝીટીવ  બાળકો માંથી એકપણ બાળકોને કોરોનાની  અસરો જોવા મળી નથી.

રાજકોટ શહેરમાં કોરોનાને કાબૂમાં લેવા મ્યુનિસિપલ કમિશનરે આદેશ આપ્યા છે. આમાં 1200 ટીમો દ્વારા શહેરમાં સર્વેની કામગીરી હાથ ધરાશે. રાજકોટમાં ડોર ટુ ડોર સર્વે કરવામાં આવશે. આ સર્વેમાં 10 વર્ષથી નાની ઉંમર અને 60 વર્ષથી મોટી ઉંમરના લોકોનો સર્વે કરવામાં આવશે. સર્વે ની કામગીરી દરમિયાન કોઇને કોરોનાના લક્ષણો જણાશે તો તેમનો રિપોર્ટ કરવામાં આવશે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.