આ રાજ્યમાં “છૂટક” સિગારેટ અને બીડીના વેચાણ પર પ્રતિબંધ, પોલીસ અને મ્યુનિસિપલ ટીમો કાર્યવાહી કરી શકશે

પ્રતીકાત્મક તસ્વીર

મુંબઇ: મહારાષ્ટ્ર દેશમાં એવું પહેલું રાજ્ય બન્યું છે જેણે “છૂટક” સિગારેટ અને બીડીના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રાજ્યમાં છૂટક” સિગારેટ અને બીડીના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા એક પરિપત્ર મુજબ પોલીસ અને મ્યુનિસિપલ ટીમો એવી દુકાન પર કાર્યવાહી કરી શકશે કે જે બીડી અથવા સિગારેટનું વેચાણ કરતી જોવા મળશે.

ગુરુવારે રાજ્યના જાહેર આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા એક જાહેરનામાં કહેવામાં આવ્યું છે કે, સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનોના અધિનિયમ 2003 (જાહેરાત, નિષેધ અને વેપારનું નિયમન, વાણિજ્ય, ઉત્પાદન, પુરવઠો અને વિતરણ) અધિનિયમ હેઠળ બીડી-સિગારેટ સહિતના તમાકુ ઉત્પાદનોના પેકેટો પર આરોગ્ય ચેતવણી લખવી જરૂરી છે. પરંતુ જ્યારે લોકો સિગારેટ અથવા બીડી ખુલ્લામાં લે છે, જયારે તેઓ આ ચેતવણી જોતા નથી. તેના કારણે સરકારે ખુલ્લામાં બીડી-સિગારેટના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો હતો. રાજ્ય સિંગલ સ્ટીક લૂઝ સિગારેટ અને બીડીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદશે. આ સૂચના પર મુખ્ય સચિવ (આરોગ્ય) ડો.પ્રદીપ વ્યાસ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.