![]() |
પ્રતીકાત્મક તસ્વીર |
યુવતીની સાથે હેવાનિયત દબંગોએ વારંવાર તેને પોતાની હવસનો શિકાર બનાવી ગેંગરેપ કરતા રહ્યા. પીડિતા પોતાની જુબાની ના આપી શકે તેના માટે તેની જીભ કાપી નાંખી, અને ચાલીને ઘર સુધી ના જઇ શકે તેના માટે પગના હાડકાં તોડી નાંખ્યા, ડોક તોડી નાંખી. પીડિતાને અલીગઢની જેએન મેડિકલ કોલેજમાં દાખલ કરાઇ હતી. આટલી હેવાનિયત બાદ પણ યુવતી છેલ્લા શ્વાસ સુધી જિંદગી માટે જંગ લડતી રહી.
આ ગેંગરેપની ઘટના પછી યુવતી હોસ્પિટલમાં 9 દિવસ બાદ ભાન આવી. ભાનમાં આવ્યા પછી તેની જીભ કપાયેલી હોવાથી બોલી ના શકી. અને તેને ઇશારામાં પોતાની સાથે દુષ્કર્મ થયાનું દર્દ કહ્યું. નિવેદન લેવા આવેલા સીઓ એ દીકરીનું નિવેદન બે પાનામાં લખ્યું. આ કેસમાં પોલીસ પર પણ બેદરકારીનો આરોપ લગાવામા આવ્યો છે. રાજકારણ તેજ થતા પોલીસ એકશનમાં આવી.
હાથરસ પોલીસ અધિક્ષકે કહ્યું કે આ ગેંગરેપ આરોપીઓની ઓળખ ગામના જ રહેતા સંદીપ, લવકુશ, રામુ અને રવિ તરીકે થઇ હતી. અને સંદીપની 14 સપ્ટેમ્બરના રોજ જ ધરપકડ કરી લેવાઇ હતી. ઘટનાના થોડાક દિવસ પછી પોલીસે રામુ અને લવકુશની ધરપકડ કરી. અને ભાગેડુ ચોથો આરોપી રવિને 26મી સપ્ટેમ્બરના રોજ પોલીસે પકડી જેલમાં મોકલી દીધા છે.