વડોદરા : ને.હા. નં-48 અમદાવાદ તરફ જતા રોડ ઉપર ગોલ્ડન ચોકડી પાસે સોમવારે અજાણી મહિલાને કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતા તેમનું રોડ ઉપર પડી જતા ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. આ ઘટનાની હરણી પોલીસને જાણ થતાં ઇસ્માઇલભાઇ મુસાભાઇ સ્થળ પર દોડી ગયા હતા તેમણે ત્યાં જઈને જોયું તો એક અજાણી મહિલાની લાશ પડેલ હતી અને લાશ ઉપરથી કેટલાય વાહનો ફરી જતા લાશના કુરચેકુરચા થઇ ગયા હતા અને લાશને પાવડાની મદદથી એકત્રિત કરીને મૃતદેહને સયાજી હોસ્પિટલ મોકલાયો હતો.
હરણી પોલીસે આ અંગે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ પોતાનું વાહન બેદરકારી , ગફલતભરી રીતે પૂર ઝડપે હંકારી અકસ્માત કરી મોતનો ગુનો નોંધીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.