ગુજરાત સરકાર રાજ્યમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે નવો કાયદો લાવવા તૈયારી કરી રહી હતી. રાજ્યમાં લાગુ થનાર આ કાયદો ઉત્તર પ્રદેશના કંટ્રોલ્સ ઓફ ગુંડાઝ એક્ટ જેવો જ છે. આ કાયદા અંતર્ગત જેમાં પોલીસની સત્તા પણ વધારવામાં આવશે અને હાલના પાસા એક્ટમાં પણ ધરખમ ફેરફારો કરશે. આ કાયદો ગુંડાગીરી કરનારા લોકોની ગુનાખોરી અટકાવવા માટે છે.
![]() |
પ્રતીકાત્મક તસ્વીર |
મુખ્યમંત્રીએ ચેતવણી આપી હતી કે, ગુજરાતમાં ગુંડાગીરી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે. મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુંડા વિરોધી કડક કાયદા માટે ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ’- ઓર્ડિનન્સ માટે પ્રસ્તાવ રજૂ કરશે. ગુજરાતમાં હવે ગુંડાગીરી કરનારાઓની ખેર નથી. કારણ કે, હવેથી ગુંડાગીરી કરનારાઓ પર કાયેદસરની કાર્યવાહી થશે અને તેમની મિલકત પણ ટાંચમાં લઈ શકાશે.
ગુંડાગીરી કરનારાને 10 વર્ષની સખત કેદની જોગવાઈ પણ કરવામાં આવી છે. ગુંડાઓ સામેના કેસ ચલાવવા સ્પેશિયલ કોર્ટ પણ રચાશે. ગુનો નોંધતા પહેલા રેન્જ IG અને કમિશનરની મંજૂરી જરૂરી હોવાનું આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. સાક્ષીઓને પુરતું રક્ષણ પણ આપવામાં આવશે.
મહત્વપૂર્ણ જોગવાઇઓ:
- ગુંડાગીરી કરનારા તત્વોને 10 વર્ષ સુધીની કેદ અને 50 હજાર રૂપિયાનો દંડ કરાશે
- ગુંડાઓ સામેના કેસ ચલાવી ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી અને સ્પેશિયલ કોર્ટની રચના કરાશે
- ગુંડા તત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત જિલ્લા મેજિસ્ટ્રેટ ટાંચમાં લઇ શકશે
- સાક્ષીઓને પુરતું રક્ષણ આપી નામ-સરનામા ગુપ્ત રાખવામાં આવશે.
- ગૂનો નોંધતા પહેલા સંબંધિત રેન્જ આઇ.જી અથવા પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી આવશ્યક.
- દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બનાવટી દવાનું વેચાણ, વ્યાજખોરી, અપહરણ, ગેરકાયદે કૃત્યો આચરવા કે ગેરકાયદેસર હથિયારો રાખવા જેવી બદીઓને નશ્યત કરવા કડક કાયદાકીય જોગવાઇઓ કરાશે.
- પાસાની જોગવાઇઓનો વ્યાપ વિસ્તારી મહત્વપૂર્ણ સુધારાના વટહુકમ દરખાસ્ત સાથે શાંત - સલામત - સુરક્ષિત - સમૃદ્ધ ગુજરાતના નિર્માણમાં વધુ એક નક્કર કદમની મુખ્યમંત્રીની પ્રતિબદ્ધતા.
- રાજ્યની વિકાસયાત્રામાં અવરોધક બનનારા, જાહેર વ્યવસ્થાને ખલેલ પહોચાડનારા, હિંસા, ધાકધમકી, બળજબરીથી નિર્દોષ નાગરિકોનું શોષણ કરનારા ગુંડા તત્વોની પ્રવૃત્તિઓને સખ્તાઇથી ડામી દેવા મુખ્યમંત્રીનો નિશ્ચયગુંડાઓ, જમીન કૌભાંડકારો, ભ્રષ્ટ કર્મચારીઓ તથા ગૌવંશના હત્યારાઓને કાયદાના કડક અમલીકરણથી નશ્યત - નેસ્તનાબૂદ કરવાનો નક્કર અભિગમ
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.