સુરત : સુરતના સરથાણા વિસ્તારમાં અજીબો ગરીબ ચોરોની પોલીસે ધરપકડ કરી છે. સુરતની આ ઘટના હાસ્યનો વિષય તો છે જ અને આશ્ચર્યની વાત એ છે કે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધવામાં આવી છે.
સુરતમાં ઝાડુ ચોરનારા કરોડપતિ ત્રણ ચોરોની ધરપકડ કરવામાં આવી છે. અને ઝાડુની કિંમત જાણી ને નવાઈ લાગશે રૂપિયા 150નું ઝાડુ ચોરનારા આ લોકોની CCTVના આધારે સરથાણા પોલીસે ત્રણને પકડી પડ્યા છે. અને પછી પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સુરતના આ ચોરોમાં એક હીરા દલાલ, એક જમીન દલાલ અને એક એમ્બ્રોડરી કારખાનાનો માલિક છે. આ ઘટનામાં પોલીસને આરોપીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે ફરિયાદીને હેરાન કરવા ત્રણેય ઝાડુની ચોરી કરતા હતા.
સરથાણા પોલીસે જે આરોપીઓને પકડ્યા છે તેમાં હીરા દલાલ જીગ્નેશ માંગુકિયા, જમીન દલાલ ભરત કાનાણી અને એમ્બ્રોઇડરી કારખાના માલિક કલ્પેશ તેજાણી હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદીને હેરાન-પરેશાન કરવા માટે આ ત્રણેય કરોડપતિઓ ચોર બનીને તેના ઝાડુની ચોરી કરતા હતા. સુરતના સરથાણા પોલીસની આ ફરિયાદ હાલ હાસ્યાસ્પદ અને આશ્ચર્યજનક બની છે.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.