કોરોનાને અટકાવવા સુરતમાં શનિવાર અને રવિવારે સ્ટ્રીટ ફૂડ બંધ કરવાનો મનપા દ્વારા નિર્ણય

સુરત : અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોના પોઝિટીવના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે. અને આજે સુરતમાં મનપા દ્વારા એક મહત્વનો મોટો નિર્ણય લેવાયો છે. કોરોનાને લઈને સુરતમાં નવી સ્ટ્રેટેજી જાહેર કરવામાં આવી છે. શનિવાર અને રવિવાર એમ બન્ને દિવસે સુરતમાં હાઈરિસ્ક ઝોનમાં ફૂડ વેચાણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સુરતમાં મનપા દ્વારા રાંદેર અને અઠવા ઝોનમાં સ્ટ્રીટ ફૂડ બંધ કરાયું છે. અહીં સોશિયલ ડિસ્ટન્સ નો અભાવ જોવા મળતા મનપા દ્વારા આ નિર્ણય કર્યો છે.

પ્રતીકાત્મક તસ્વીર

સુરતના રાંદેર અને અઠવા ઝોનમાં સ્ટ્રીટ ફૂડ બંધ કરવાનો મનપા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. સુરતના જે વિસ્તારમાં કોરોના વધુ રિસ્ક હશે ત્યાં શનિવાર અને રવિવાર  સ્ટ્રીટ ફૂડ વેચાણ બંધ રહેશે. ખાણીપીણીની લારીઓ ઉપર કોરોના ગાઈડલાઈનનું પાલન થતું નથી, અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ થતું નથી, જેના કારણે તંત્રએ આ નિર્ણય લીધો છે. સુરતમાં શનિવાર અને રવિવાર એમ બન્ને દિવસે મનપા દ્વારા કડક અમલવારી કરાવાશે અને જે આ નિયમનો ભંગ કરશે તેઓને દંડ ભોગવવા તૈયાર રહેવું પડશે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.