કોરોના વિસ્ફોટ : ગાંધીનગરની કરાઈ પોલીસ એકેડેમીમાં એક જ સાથે 30 કોરોના પોઝિટિવ કેસ

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનો કહેર ની વચ્ચે એક સમાચાર આવી રહ્યા છે કે ગાંધીનગરની કરાઈ એકેડમીમાં કોરોનાના પોઝીટીવ કેસ આવ્યા છે. 

કોરોના ટેસ્ટિંગ માટે જે 52 સેમ્પલ લેવાયા હતા તેમાંથી અડધાથી પણ વધુ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. એક જ દિવસમાં કોરોનાના 30 પોઝિટિવ કેસો આવ્યા છે. કરાઈ એકેડેમીમાં એલઆરડી અને પીઆઈની ટ્રેનિંગ ચાલી રહી છે. એક જ દિવસમાં 30 કોરોના પોઝિટિવ કેસ આવતા જ તંત્ર દોડતું થઈ ગયું છે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.