આજે રાજ્યમાં કોરોના પોઝીટીવ 1364 કેસ નોંધાયા

ગુજરાત : આજે ગુજરાત રાજ્યમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા 1,17,709 એ પહોંચી ગઈ છે. રાજ્ય સરકાર કોરોના સંક્રમણ વધતું અટકાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આજે રાજ્યમાં કુલ 85,153 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 1,310.05 ટેસ્ટ પ્રતિ મીલીયન જેટલા થવા પામે છે.

રાજ્યમાં અત્યાર સુધી કુલ 35,23,653 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજ રોજ રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 1,364 કેસ નોંધાયા છે. આજ રોજ 1,447 દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે અને અત્યાર સુધીમાં કુલ 98,156 દર્દીઓ સાજા થયેલ છે અને સાજા થવાનો દર રાજ્યનો 83.39% થયેલ છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 6,05,246 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 6,04,753 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન છે અને 493 વ્યક્તિઓને ફેસેલીટી ક્વોરેન્ટાઇન માં રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં આજ રોજ મૃત્યુ પામેલ ની સંખ્યા 

રાજ્યમાં આજ રોજ કોવીડ - 19 ના કારણે કુલ 12 લોકોના મૃત્યુ પામેલ છે જેની વિગત નીચે મુજબ છે અમદાવાદ કોર્પોરેશન- 3, રાજકોટ કોર્પોરેશન - 1, સુરત - 3, સુરત કોર્પોરેશન - 2, રાજકોટ - 1, રાજકોટ કોર્પોરેશન - 1, વડોદરા કોર્પોરેશન - 1, આમ કુલ 12 લોકોના મૃત્યુ થયા છે.

રાજ્યમાં આજ રોજ જિલ્લા પ્રમાણેના કેસ

રાજ્યમાં આજ રોજ કોવીડ - 19 ના જિલ્લા પ્રમાણેના કેસ સુરત કોર્પોરેશન - 174, અમદાવાદ કોર્પોરેશન - 147, જામનગર કોર્પોરેશન - 108, રાજકોટ કોર્પોરેશન - 99, સુરત - 107, વડોદરા કોર્પોરેશન - 81, રાજકોટ - 44, મહેસાણા - 36, વડોદરા - 41, પંચમહાલ - 29, ભાવનગર - 15, બનાસકાંઠા -  34, અમરેલી - 27, ભાવનગર કોર્પોરેશન - 28, ભરૂચ - 25, પાટણ - 26, મોરબી - 26, સુરેન્દ્રનગર - 19, ગાંધીનગર કોર્પોરેશન - 18, ગાંધીનગર - 23, દાહોદ - 09, જામનગર - 18, અમદાવાદ - 18, તાપી - 16, આણંદ - 09, જુનાગઢ કોર્પોરેશન - 18, ગીર સોમનાથ - 15, કચ્છ - 34, અરવલ્લી - 05, દેવભૂમિ દ્વારકા - 08, જુનાગઢ - 20, ખેડા - 14, વલસાડ - 07, મહીસાગર - 21, નર્મદા - 08, નવસારી - 05, સાબરકાંઠા - 10, છોટાઉદેપુર - 07, બોટાદ - 08, પોરબંદર - 03 ડાંગ - 05 આમ કુલ 1364 નવા આવેલ છે.