BJPનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કોરોના પોઝિટિવ

BJPના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ હવે કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.  સી.આર.પાટીલ ને ગાંધીનગરની અપોલો હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. કોરોના કહેર વચ્ચે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પ્રવાસ દરમિયાન તેમણે પોતે જાણે કોરોનાને આમંત્રણ આપ્યું તેમ લાગી રહ્યું છે.  રેલીમાં જોડાયેલા મોટા ભાગના તમામ ધારાસભ્યો અને કાર્યકર્તાઓ કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. પ્રદેશ પ્રમુખની રેલીનો આ પહેલા વિપક્ષો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

BJPના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રમુખ પદ સંભાળ્યા બાદ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો હતો. કાર્યકર્તાઓ દ્વારા કોરોનાના કહેર વચ્ચે સરકારી ગાઇડલાઇનનું પાલન ન થયુ હોવાની પણ બૂમો પડી હતી. વિપક્ષો દ્વારા સી.આર. પાટીલના પ્રવાસ પર ઘણા પ્રહારો કર્યા હતા. કોરોનાના કહેર વચ્ચે પણ સી.આર.પાટીલ દ્વારા સભાઓ યોજવાામાં આવી હતી. સી.આર.પાટીલની સભાઓમાં હાજર રહેનાર કેટલાક ધારાસભ્યો અને કાર્યકર્તાઓ પણ કોરોના સંક્રમિત થયા હતા.

સોશિયલ મીડિયામાં પણ સી.આર પાટીલની રેલીઓના ફોટો વાયરલ થયા હતા.  લોકો એવી પણ વાતો કરતા હતા કે સી.આર. પાટીલ કોરોના ના કહેર ને આમંત્રણ આપી રહ્યા છે.કેટલાક લોકો આ રેલીઓને અટકાવવાની પણ માંગ કરી હતી.