આજે રાજ્યમાં કોરોનાના 1349 કેસ નોંધાયા, 1444 દર્દી સાજા થયા અને 17 લોકોના મૃત્યુ થયા


ગુજરાત : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. રાજ્ય સરકાર કોરોના સંક્રમણ વધતું અટકાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આજે રાજ્યમાં કુલ 78,182 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 1,202.80 ટેસ્ટ પ્રતિ મીલીયન જેટલા થવા પામે છે.

રાજ્યમાં અત્યાર સુધી કુલ 34,38,500 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજ રોજ રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 1,349 કેસ નોંધાયા છે. આજ રોજ 1,444 દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે અને અત્યાર સુધીમાં કુલ 96,709 દર્દીઓ સાજા થયેલ છે અને સાજા થવાનો દર રાજ્યનો 83.12 % થયેલ છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 7,43,429 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 7,42,928 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન છે અને 501 વ્યક્તિઓને ફેસેલીટી ક્વોરેન્ટાઇન માં રાખવામાં આવ્યા છે. આજે 17 લોકોનાં મોત નિપજ્યાં છે.


નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.