અમદાવાદ : અમદાવાદમાં ઇસ્કોન ચારરસ્તા નજીક એએમટીએસ બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. એએમટીએસના પૈડાં ફરી એકવાર અકસ્માત સર્જ્યો છે. અને એક યુવાન બાઈક ચાલકનું મોત નીપજ્યું છે. એએમટીએસના રૂટ નંબર 501 ની બસના ચાલકે અકસ્માત કર્યો હતો.
આ ઘટના સ્થળે પહોંચેલા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરએ જણાવ્યું હતું કે, મૃતકની ઓળખ ધ્રાંગધ્રાના રહેવાસી અને તેનું નામ બસીદ ખાન તરીકે થઈ હતી. સુરેન્દ્રનગરથી તેના મિત્રો સાથે પુસ્તકો લેવા અમદાવાદ આવ્યો હતો. તેની સાથે બે મિત્રો હતા. બંને મિત્રો બાઇક પર આગળ હતા અને બસીદ ખાન પાછળ હતો.
ઇસ્કોન ચાર રસ્તા પાસે બસીદ ખાનનો અકસ્માત બસ સાથે થયો હતો અને પડી જવાથી તેનુ માથુ બસના પૈડામાં આવી ગયું હતું. બસ ડ્રાઈવરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.