ગુજરાતના સરદાર સરોવર ડેમની જળ સપાટી 136.47 મીટરે પહોંચી

ગુજરાત રાજ્યની જીવાદોરી નર્મદા સરદાર સરોવર ડેમની જળ સપાટી 136.47 મીટરે પહોંચી ગઇ છે મહત્તમ જળ સપાટી થી 2.21 મીટર જ દુર છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી આવક 63700 ક્યુસેક છે. નર્મદા ડેમની જળ સપાટી હવે વધી રહી છે દર કલાકે એક સેન્ટિમીટર નર્મદા ડેમની જળ સપાટી વધે છે.
 

નર્મદા નદી છલોછલ ભરાયેલી છે. બીજી તરફ હવે નર્મદા ડેમની જે મહત્તમ જળ સપાટી 138.68 મીટર સુધી ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં ડેમના તમામ દરવાજા બંધ છે અને 1200 મેગાવોટનું રીવર બેડ પાવર હાઉસના 4 યુનિટ ચલાવવામાં આવે છે. જેમાંથી 28 હજાર ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થાય છે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.