અમદાવાદ : અમદાવાદ શહેરના પીરાણા વિસ્તારમાં આવેલી પીરાણા ડંપિંગ સાઇટ પર ગુમ થયેલી બાળકી હજુ સુધી મળી આવી નથી. અને તેને ગુમ થયાના 40 કલાક કરતાં વધુ સમય થવા આવ્યો છે તેમ છતાં બાળકીનો કોઈ અતોપતો નથી.
નોંધપાત્ર વાત એ છે કે ફાયર બ્રિગ્રેડ દ્વારા કચરાના ઢગલામાં બાળકીની સતત શોધખોળ કરવામાં આવી રહી છે. આ બાળકીની શોધખઓળમાં મજુરો પણ મદદે આવ્યા છે. ચાર જેટલા હિટાચી મશીનની મદદથી ગુમ બાળકીની શોધખોળ કરવામાં આવી રહી છે.
તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે… અમદાવાદ જિલ્લા કલેકટર સહિત સરકાર દ્વારા કોઈ નોધ લેવામાં આવી નથી. ફક્ત ફાયર બ્રિગ્રેડ દ્વારા કચરાના ઢગલામાં બાળકીની શોધખોળ કરવામાં આવી રહી છે. બાળકીને શોધવામાં જો સરકાર મદદ કરે તો રેસ્ક્યુમાં મોટી રાહત મળી રહે તેવું સ્થાનિકોનું કહેવું છે.