અજગર શિકાર કરીને ગામમાં પહોંચ્યો અને ગામમાં લોકોમાં ફફડાટ ફેલાયો, રેસ્ક્યૂ ટીમ દ્વારા અજગરને બચાવી લેવાયો


ઉત્તર પ્રદેશ : ઉત્તર પ્રદેશના રામપુરના સિહારી ગામમાં 27 સપ્ટેમ્બરના રોજ એક વિશાળકાય અજગર રસ્તા પર આવી જતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જો કે  તે શિકાર કરેલી હાલતમાં અને અજગરનું પેટ એટલુ ફૂલી ગયુ હતું કે, તે ચાલવા માટે પણ લાયક નહોતો. થોડીવારમાં તો આ અજગરની વાત સમગ્ર વિસ્તારમાં પહોંચી ગઈ હતી. ગામ લોકોએ વન વિભાગને જાણ કરી ને રેસ્ક્યૂ ટીમ આવી અને  અજગરને બચાવી લીધો. 

ડીએફઓ રાજીવ કુમારે જણાવ્યુ હતું કે, આ અજગર કોઈ વિશાળકાય શિકારને ગળી ગયો છે. જેના કારણે તે હલી શકતો નથી. તે ઘાયલ પણ થયો છે. એટલા માટે જંગલમાં છોડતા પહેલા તેની સારવાર કરવી જરૂરી હતી. આ માદા અજગર હતી. જેની લંબાઈ 11થી 12 ફૂટની આસપાસ હતી. વન વિભાગના કર્મીઓ આ અજગરને લાકડીઓના ટેકાથી ટેક્ટરની ટ્રોલીમાં નાખવામાં ભારે મહેનત કરવી પડી હતી. અને તે પછી તેને જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો. અજગર માનવી માટે ઘણો ખતરનાક છે. તે જાનવરનો પણ શિકાર કરે છે. આ અજગરનું વિશાળકાય પેટ જોઈ લોકોમાં પણ ભય ફેલાઈ ગયો હતો.