મોટી દુર્ઘટના : 5 માળની બિલ્ડિંગ મોડીરાત્રે ધરાશાયી થતાં 3 લોકોનાં મૃત્યુ


વડોદરા : વડોદરામાં પાણીગેટના બાવામાનપુરા વિસ્તારમાં એક 5 માળની નવનિર્મિત બિલ્ડિંગ ધરાશાયી થતાં 7 વ્યક્તિઓ દબાયા હોવાની માહિતી મળી રહી છે. આ ઘટના સોમવારે મોડી રાત્રે 3 વાગે બની અને ત્રણ મજૂંરોના મોત થયા છે, અને બીજા ઘાયલ લોકોને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘટના મોડીરાત્રે બનતા આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડને ઘટનાની જાણકારી આપી હતી. અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી 9 પૈકી 1 બાળક સહિત 3ને બચાવી લેવાયા હતા. બાકીના 6 વ્યક્તિઓની શોધખોળ ચાલું છે.