કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ AMC દ્વારા SBI બેન્કની બ્રાન્ચને સીલ કરવામાં આવી, દિલ્હી દરવાજાનું કાપડ બજાર પણ બંધ કરાવ્યું

દિલ્લી દરવાજા પાસેનું કાપડ બજાર

અમદાવાદ : શહેરમાં કોરોના વાયરસનો કહેર જોવામાં મળી રહ્યો છે. પણ હાલમાં શહેરમાં કેસમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત અનલૉક દરમિયાન પણ શહેરમાં લોકો બેદરકાર થઈ રહ્યાં છે અને સરકારની ગાઇડલાઇનનો ભંગ કરી રહ્યા છે. AMC ના સોલિડ વેસ્ટ વિભાગે નવરંગપુરા વિસ્તારમાં  મીઠાખળીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચને કોરોના વાયરસના જાહેરનામાનો ભંગ કરવા બદલ  સીલ કરી દીધી. અને ATM ને પણ સીલ કરવામાં આવ્યું છે. અહીં બેંકમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક સહિતની ગાઈડલાઈનના ધજાગરા ઉડતા હોવાથી AMC ના સોલિડ વેસ્ટ વિભાગે આ કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદમાં કોરોના વાયરસની મહામારીમાં સાવચેતી રાખવાની જગ્યાએ લોકો વધુ બેદરકાર બન્યાં છે. અને તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. 

આ ઉપરાંત શહેરમાં દિલ્લી દરવાજા પાસેના કાપડ બજારમાં સરેઆમ Covid-19 ની ગાઈડલાઈનનો ભંગ થતાં AMC દ્વારા દંડનિય કાર્યવાહી કરવામાં આવી અને સમગ્ર કાપડ બજારને બંધ કરાવ્યું હતું. ત્યાં કાપડ બજારમાં પાથરણાં વાળાઓને પણ તંત્રએ બજારમાંથી ઉઠાડી મુક્યાં હતાં.