અમદાવાદ : અમદાવાદના પાલડી વિસ્તારમાં શાંતિવન નજીક સત્વ ફ્લેટમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. આ આગ સાતમાં માળે આગ લાગી છે. આગ લાગવાના લીધે ભયના કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો છે. આ ઘટનાની ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે તરત જ પહોંચી ગઈ હતી. છે.
ફાયરબ્રિગેડે આગ પર મહદઅંશે કાબૂ મેળવી લીધો છે. આ આગ લાગવાનું કારણ પ્રારંભિક તબક્કામાં શોટસર્કિટ માનવામાં આવે છે. જો કે સ્થાનિકોના જણાવ્યા મુજબ ગેસ સિલિન્ડર ફાટવાના લીધે આગ લાગી હોવાનું મનાય છે. આ આગ લાગવાની ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગના કારણે બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.