ગુજરાત : કોરોનાના કહેર વચ્ચે ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન - ઓફલાઈન પરીક્ષા ન આપી શકનારા 1500થી વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી ખાસ પરીક્ષા યોજવામાં આવશે. 26 ઓક્ટોબરે ખાસ પરીક્ષાનું આયોજન કરાવામાં આવ્યુ છે. આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ 16 ઓક્ટોબરે યુનિવર્સિટીની વેબસાઈ પર http://studexam.gujaratuniversity.ac.in પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, રજિસ્ટ્રેશન નહીં કરાવનાર પરીક્ષા આપી શકશે નહીં તેમ ઈન્ચાર્જ પરીક્ષા નિયામક ડો. કલ્પેન વોરાએ જણાવ્યું છે.
પરીક્ષા વિભાગે સપ્ટેમ્બરમાં સાયન્સ, કોમર્સ, આર્ટસ, લો, એજ્યુકેશન સહિતની વિદ્યાશાખાની UG અને PG લેવલની ઓફલાઈન પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષા અંદાજિત 70 હજાર વિદ્યાર્થીઓએ આપી હતી. 1500થી વધુ વિદ્યાર્થીઓ એવા હતા કે જેઓ કોવિડ - 19ની સ્થિતિના કારણે પરીક્ષાથી વંચિત રહી ગયા હતા તેવા વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષાની તક આપવા માટે ખાસ પરીક્ષાનું આયોજન કરવા બાબતે ઉચ્ચ સત્તાવાળાઓને રજૂઆત કરાઈ હતી. જેના પગલે આ નિર્ણય લેવાયો છે તેમ યુનિવર્સિટીના ઈન્ચાર્જ પરીક્ષા નિયામકે જણાવ્યું છે. કોરોનાના કારણે આ વર્ષે ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાની પરીક્ષા ગયા વર્ષની તુલનાએ વિલંબથી યોજવામાં આવી હતી.