ગુજરાત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે સી - પ્લેન સર્વિસનું ઉદ્ઘાટન કરવાના છે, ત્યારે સ્પાઈસ જેટે બુધવારે સાબરમતી રિવરફ્રન્ટ (અમદાવાદ) અને કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે સી - પ્લેન સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે. સ્પાઇસ જેટ આ ફ્લાઇટ માટે 15 - સીટર ટ્વિન ઓટ્ટર 300 એરક્રાફ્ટનો ઉપયોગ કરશે. આ ફ્લાઈટની સર્વિસ સ્પાઈસ જેટની પેટાકંપની સ્પાઇસ શટલ દ્વારા કાર્યરત થશે.
અમદાવાદ - કેવડિયા રૂટ પર દરરોજ બે ફ્લાઇટ ઓપરેટ થશે, જે 31 ઓક્ટોબરથી શરૂ થશે. અગાઉ વન - વે ભાડું 4800 રૂપિયા રહેવાની વાતો ચાલતી હતી, જોકે સ્પાઈસ જેટ તરફથી ભાડાંની સ્પષ્ટતા પણ કરાઈ છે. ઉડાન યોજના અંતર્ગત ઓલ-ઇન્ક્લૂસિવ વન - વે ટિકિટ રૂ.1500/-થી શરૂ થશે. આ માટેની ટિકિટ 30 ઓક્ટોબર, 2020થી www.spiceshuttle.com પર ઉપલબ્ધ થશે.