અમદાવાદ : અમદાવાદમાં જીવરાજબ્રિજ નજીક આવેલી હોટલ કેમ્બેના રૂમમાં દારૂ પીતાં રાજસ્થાનના યુવકની પાસે દારૂ પીવાનું પરમીટ ન હોવાથી વેજલપુર પોલીસે ધરપકડ કરી હતી. પકડાયેલા રાજસ્થાનના યુવકને દારૂની બોટલ બાબતે પૂછપરછ કરતાં હોટલ કેમ્બેના મેનેજરે જ દારૂની બોટલ લાવીને આપી હોવાનું જણાવ્યું હતું. આથી વેજલપુર પોલીસે રાજસ્થાનના યુવક અને હોટલ મેનેજર સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ રાજયમાં આવતા લોકોને હોટલના જ મેનેજર દારૂ લાવીને આપવાની વ્યવસ્થા કરી આપતા અનેક સવાલ ઉભા થાય છે.
વેજલપુર પોલીસને બાતમી મળી હતી કે જીવરાજબ્રિજ પાસે આવેલી હોટલ કેમ્બેમાં એક યુવક દારૂ પી રહ્યો છે તેથી વેજલપુર પોલીસે હોટલમાં રેડ કરી રૂમ નંબર 204માં યુવકને દારૂ પીતાં બોટલ સાથે પકડી લીધો હતો. પોલીસે તેની પુછ્પરછ કરતા તેનું નામ અતુલ મિત્તલ અને રહે. રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું. આ દારૂની બોટલ હોટલના મેનેજર આશિષ મિશ્રાએ લાવીને આપી હોવાનું કહ્યું હતું. પોલીસે મેનેજર આશિષભાઈને બોલાવી પૂછપરછ કરતા રવિનગર ગામ વિભાગ 1 ખાતે રહેતો દિપક ઉર્ફે ગેરી નામનો વ્યક્તિ હોટલની બહાર આવી દારૂની બોટલ આપી ગયો હતો.