રાજ્યમાં સરકારી ભરતી ની જાહેરાત આપી બેરોજગાર યુવકો છેતરનાર આરોપીને સાયબર ક્રાઇમે ઝડપ્યો

અમદાવાદ : ખાનગી ન્યુઝ પેપર સરકારી હોદ્દા દર્શાવી સરકારી ભરતીના (Government Recruitment Scam) નામે છેતરપિંડી આચરનાર આરોપીને સાયબર ક્રાઈમે (Cyber Crime) ધરપકડ કરી છે. 2500 જગ્યાની ભરતી માટે જાહેરાત આપ્યા બાદ નોંધણીના નામે આરોપીએ 315 રૂપિયા પડાવ્યા હતા. 4 દિવસની અંદર 4000 લોકોએ 14 લાખથી વધુ રકમ ભરી નોકરી માટે નોંધણી કરી હતી. પરંતુ પોલીસ છેતરપિંડી આચરનાર આરોપી રુપિયા ઉપાડે તેનાજ પહેલા પોલીસે એકાઉન્ટ બંધ કરાવી લોકોને રૂપિયા પરત આપવાની કામગીરી હાથ ધરી છે. જોકે સમગ્ર મામલો સાયબર ક્રાઈમના ધ્યાને આવતા અમદાવાદ સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધી આરોપીની રાજકોટ થી ધરપકડ કરી છે.

તારીખ 15-10-2020ના રોજ અલગ - અલગ ન્યુઝ પેપરમાં ગુજરાત એમ્પ્લોયમેન્ટ સર્વિસના નામની સીધી ભરતીની જાહેરાત એ લોભામણી અને છેતરામણી જાહેરાતથી છેતરાવવું નહિ. આમ જે વેબસાઈટ આપી છે તે ગુજરાત સરકાર અધિકૃત નથી. ગુજરાત સરકારનું અધિકૃત ડૉમિન gov.in છે.

સાયબર ક્રાઈમે નોકરી આપવાના બહાને છેતરપિંડી કરનાર આરોપી સચીન પંડ્યાની ધરપકડ કરી છે. સચીનની પુછપરછમાં તેને જાહેરાત આપનાર રઘુવિરસિંહ સરવૈયા નામના યુવકનુ નામ સામે આવ્યુ છે. ઉપરાંત આરોપી માત્ર 315 રૂપિયાની છેતરપિંડી પર ન અટકી આગળ ઈન્ટરવ્યુ અને નોકરીના લેટર આપવાના નામે પણ રૂપિયા પડાવવાના હતા. સાયબર ક્રાઈમે સચીનની ધરપકડ કરી તેની સાથે સંકળાયેલા અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. અને આ પહેલા અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.