અમદાવાદ : ગઈકાલે ઘાટલોડિયામાં આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટમાં કોરોના વોરિયરનું બિપીનભાઈ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
હાલમાં ચાલી રહેલી જીવલેણ કોરોના મહામારી સામે રાતદિવસ જોયા વગર માનવ સેવા કરનાર કર્મનિષ્ઠ, પ્રમાણિક અને સેવાભાવી વર્ધીચંદ ધોબી, ચંપકભાઈ ચંદેલ, ભેરુલાલ વસિટા અને બીજા સેવાભાઇ મહાનુભવોનું ભુપેશભાઈ પ્રજાપતિ (નીલકંઠ કેટરીગ) દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને બિપીનભાઈ પટેલ દ્વારા "હું પણ કોરોના વોરિયર"નો એવોડ આપી સન્માન કરવામાં આવ્યું.