મહત્વપૂર્ણ નિર્ણય : ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખ જાહેર, વાર્ષિક અભ્યાસક્રમમાં 30% નો ઘટાડો

પ્રતીકાત્મક તસ્વીર

ગાંધીનગર : કોરોનાની મહામારીમાં શાળા-કોલેજો (Schools and colleges) બંધ છે. અને રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે, ધો.10 અને 12ની પરીક્ષા 21 મે 2021એ લેવાશે. અને જૂનમાં ધો.9 અને 11ની પરીક્ષા લેવાશે. આ પરીક્ષા વાર્ષિક અભ્યાસક્રમમાં 30% નો ઘટાડો કર્યો છે.

ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થીના વાર્ષિક અભ્યાસક્રમમાં 30% નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો એક વર્ષ માટે લાગુ રહેશે. માધ્યમિક શિક્ષણ બોર્ડ (Board of Secondary Education) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઘટાડેલા અભ્યાસક્રમના પ્રશ્નો પરીક્ષામાં પૂંછાશે નહીં. અભ્યાસક્રમમાં કરેલા ઘટાડાની વિસ્તૃત માહિતી તમામ શાળાઓને મોકલી અપાશે. આ સાથે જ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખ (examination date) પણ જાહેર કરી દેવામાં આવી છે.