અમદાવાદ : શહેરમાં ધીરે ધીરે ઘટી રહેલા કોરોના વાઈરસના કેસને કાબૂમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશન મહત્વના પ્રયત્નો કરી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નાના વેપારી અને ફેરિયાઓ માટે માર્ગદર્શિકા બહાર પાડી છે.
જેમાં જાહેર રોડ કે જાહેર વિસ્તારમાં ડોમ બનાવીને કાપડ સહિતની વસ્તુનું વેચાણ કરનારા માટે દર 15 દિવસે કોરોનાનો ટેસ્ટ કરાવવો ફરજિયાત બનાવ્યો છે. જેથી કોરોનનું સક્ર્મણને રોકવા ફેલાય નહીં તેના માટેના પ્રયત્ન કરાઈ રહ્યા છે.