હવે લર્નિગ લાયસન્સ રીન્યૂ કરી શકાશે, RTOને લઈને મહત્વના સમાચાર

પ્રતીકાત્મક તસ્વીર
અમદાવાદ : કોરોના મહામારીના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને  આરટીઓ કચેરી બંધ રહી હોવાથી અનેક નાગરિકોના લર્નિંગ લાઈસન્સ પુરા થવામાં છે. ઘણા અરજદારોને લર્નિંગ લાયસન્સ રિન્યુ સહિત અનેક કામગારીમાં અસુવિધા થઇ. હવે અનલોકમાં રાજ્યભરની આરટીઓ કચેરીઓ ખુલતા એપોઇમેન્ટમાં વેટિંગ હોવાના કારણે સમયસર એપોઇમેન્ટ મળતી નથી. જેથી સરકારે અરજદારોની સુવિધા માટે સમય મર્યાદા વધારી છે. હવે સરકારે સમય મર્યાદા પૂર્ણ થઇ હોય તેવા અરજદારો લર્નિંગ લાયસન્સ માટે 150 રૂપિયા ભરી ફરી રીન્યુ કરાવી શકશે.

રાજ્ય સરકાર દ્વારા લર્નિંગ લાયસન્સને રિન્યુ કરાવાને લઇને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે અરજદારોની સુવિધા માટે સમય મર્યાદા વધારી દીધી છે. લર્નિગ લાયસન્સ ઘરાવતા લોકો માટે સારા સમાચાર છે. લર્નીગ લાયસન્સ 150 રૂપિયા ભરીને રિન્યુ કરાવી શકાશે. જો કે રિન્યુ કરાવ્યા બાદ 6 મહીનાનની સમય મર્યાદા વધી જશે. પાકા લાયસન્સ માટે ફરીથી ફી ભરવાની રહેશે નહીં. પરંતુ એક ખાસ વાત જણાવવાની કે લર્નિગ લાયસન્સ રીન્યુ કર્યા એક મહિના પછી અને 6 મહિના પહેલા પાકા લાયસન્સ માટેની એપોઇમેન્ટ લેવાની રહશે.