ચલણી નોટોથી પણ કોરોના વાઈરસ ફેલાય શકે? RBIએ આપી સ્પષ્ટતા

પ્રતીકાત્મક તસ્વીર

ન્યુ દિલ્હી : જો તમે વિચાર આવતો હોય કે, આપણે જે રોકડ રૂપિયાની(Currency Notes) લેવડ દેવડ કરીએ છીએ શું તેનાથી પણ કોરોના વાયરસ નહીં (Corona Virus) ફેલાય ? તો તમારું માનવું ખોટું છે. ચલણી નોટ મારફતે કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા કે વાઈરસ ફેલાઈ શકે છે. તેથી ડિજિટલ લેવડ દેવડ નો ઉપયોગ ખુબ ઉપયોગી છે.

CAIT (કન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ)એ ગત 9 માર્ચે નાણા મંત્રી નિર્મલા સીતારમણને એક પત્ર મોકલ્યો હતો. જેમાં ચલણી નોટ (Currency Notes) બેક્ટેરિયા અને વાઈરસના વાહક છે કે કેમ? તેનો સ્પષ્ટ જવાબ આપવા આગ્રહ કરવામાં આવ્યો હતો. નાણાં મંત્રાલયે આ પ્રશ્ન RBIને મોકલ્યો હતો. જેના જવાબમાં RBIએ એક ઈ-મેઈલ મારફતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, ચલણી નોટોથી પણ વાઈરસ ફેલાઈ શકે છે.

RBI એ CAITને જવાબમાં જણાવ્યું છે કે,

“કોરોના વાઈરસ મહામારીને ફેલાતી રોકવા માટે લોકો પોતાના ઘરેથી જ મોબાઈલ બેંકિંગ, ઈન્ટરનેટ બેંકિંગ કે કાર્ડ જેવી ઑનલાઈન માધ્યમથી ડિજિટલ ચૂકવણી કરી શકે છે. આવું કરીને તેઓ રોકડ ચલણી નોટોનો ઉપયોગ કરવા અથવા તો ATMમાંથી કેસ નીકાળવાથી બચી શકે છે.”

CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતીયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ ખંડેલવાલે જણાવ્યું કે, ચલણી નોટો દ્વારા કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા કે વાઈરસ ઝડપથી ફેલાવાની સંભાવના રહે છે. જેને જોતા CAIT એક વર્ષથી સરકાર અને મંત્રીઓ પાસે સ્પષ્ટીકરણ માંગતું હતું. જો કે RBIએ ઈન્કાર પર નથી કર્યો. જેથી સંકેત મળે છે કે, કરન્સી નોટોના માધ્યમથી વાઈરસ કે બેક્ટેરિયા ફેલાય છે. આટલા માટે જ RBI રોકડ ચૂકવણીથી બચવા માટે ડિજિટલ લેવડ-દેવડનો વધારેમાં વધારે ઉપયોગ કરવાની સલાહ આપે છે.