ગુજરાત : સોમવારે વડોદરાના કરજણના પુરોલી ગામમાં ચૂંટણીના પ્રચાર માટે ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ ગયા હતા અને ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે તેમના પર ચંપલ ફેકયાની ઘટના બની હતી. જોકે તેમને ચંપલ વાગ્યુ નથી. પણ ચંપલ ફેંકનારા વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ નથી. આ ચપ્પલ ફેંકવાની ઘટના બાદ ખળભળાટ મચ્યો હતો. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચપ્પલ ફેંકાયા બાદ નીતિન પટેલની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો.
ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે સભાને સંબોધનમાં કહ્યું હતું કે નરાધમોએ ગુજરાતના ગોધરામાં ટ્રેનને આગ લગાડવાનું પાપ કર્યુ હતું. કોંગ્રેસ અને અહેમદ પટેલે મોદી તથા અમિત શાહ પર ખોટા કેસ કરાવ્યા હતા. જેના કારણે આખી દુનિયાં ગુજરાત બદનામ થયું હતું. કમળ લોહીચુંબક છે, જે લોકોને ખેંચવાનું કામ કરે છે.
ડેપ્યૂટી સીએમ વડોદરાના કરજણ ગામમાં યોજાયેલ એક ચૂંટણી સભાને સંબોધિત કર્યા બાદ મીડિયા સાથેની વાતચીત દરમિયાન એક વ્યક્તિએ ચંપલ ફેંક્યું હતું, આ ચંપલ ટીવી ચેનલના માઈક પર પડ્યું હતું. ભાજપાના મીડિયા પ્રભારી પ્રશાંતવાલા, ડો. અનિલ પટેલે આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરતા કોંગ્રેસ પર શંકા વ્યક્ત કરી છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. ચંપલ ફેંકનાર વ્યક્તિની પોલીસ શોધખોળ કરી રહી છે.