હાઇકોર્ટનો આદેશ : માસ્ક, સોશિયલ ડિસ્ટનનું પાલન નહીં કરતા નેતાઓ અને લોકો સામે કાર્યવાહી કરો

ગુજરાત : રાજ્ય સરકારને ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે, રાજકીય નેતાઓ પણ સરઘસ અને રેલીઓ કાઢી રહ્યા છે રેલીઓ યોજનાર નેતાઓ સામે રાજ્ય સરકારે કેમ કોઈ પગલાં નથી લીધા? આ સંદર્ભમાં ચીફ જસ્ટિસ વિક્ર્મનાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે સરકારી વકીલને આ મામલે કડક કાર્યવાહી કરવા ટકોર કરી છે.

રેલીઓમાં માસ્ક નહીં પહેરતા અને સોશિયલ ડિસ્ટનનું પાલન નહીં કરતા લોકો સામે કાર્યવાહી કરો અને તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે. હાઈકોર્ટે એ પણ ટકોર કરી છે કે, અનેક આદેશો છતાં રાજકીય રેલીઓમાં નેતાઓ અને લોકો માસ્ક પહેરતાં નથી અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરતા નથી. અને અનલોક આગળ વધતા સરકારે નિયત્રંણ ઓછા કર્યા છે. એના પછી લોકો બેફામ બની ગયા છે જાહેરમાં માસ્ક પહેર્યા વગર ફરવા લાગ્યા અને તદ્દન બેદરકાર બની ગયા છે.