મોદીસરકાર નવરાત્રીમાં બેરોજગારોને ઘેરબેઠાં રોજગાર આપી રહી છે? જાણો આ વાઇરલ મેસેજની હકીકત


ન્યુ દિલ્હી : એક વાઇરલ મેસેજ દ્વારા સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે નવરાત્રીના અવસર પર મોદીસરકાર ઘેરબેઠાં રોજગાર આપી રહી છે. આ વાઇરલ મેસેજની સાથે એક લિન્ક પણ શેર કરવામાં આવી રહી છે. લોકોને કહેવામાં આવી રહ્યું છે કે આ લિન્ક પર ક્લિક કર્યા બાદ અરજી કરીને આ યોજનાનો લાભ મેળવી શકાશે.

ખરેખર હકીકત શું છે?

શ્રમ અને રોજગાર મંત્રાલયની ઓફિશિયલી વેબસાઇટ પર પણ આ બાબતે કોઈ નોટિફિકેશન મળ્યું નહીં. ભારત સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પીઆઇબી ફેક્ટ ચેકથી ટ્વીટ કરીને આ દાવાને ફેક કહેવામાં આવ્યો છે. તેથી સાબિત થાય છે કે, આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.