હાથરસ કાંડ મોતનું કારણ ફોરેન્સિક રિપોર્ટમાં રેપ નહીં પણ પ્રાઇવેટ પાર્ટને નુકસાન, મૃત્યુ પણ હાર્ટ એટેક

ઉત્તર પ્રદેશ : આખો દેશ ફરી એકવાર હાથરસ ગેંગરેપ પીડિતાને ન્યાય અપાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યો છે. દેશના અલગ - અલગ ભાગોમાં પ્રદર્શન કરવામાં પણ આવી રહ્યા છે અને ગુનેગારો ને સખ્ત સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં  આવી રહી છે. આ દરમ્યાન પીડિતાના પોસ્ટમોર્ટમ - ફોરેન્સિક રિપોર્ટમાં એક અલગ જ દાવો કરવામાં આવી રહ્યો છે. દલિત યુવતીના ફોરેન્સિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પીડિતા પર રેપ થયો જ નહોતો, પરંતુ તેનું મૃત્યુ પણ હાર્ટ એટેકથી થયું હતું. દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલના ફોરેન્સિક હેડ બી.એન. મિશ્રાએ પોસ્ટમોર્ટમ રિપોર્ટનું પરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે રિપોર્ટમાં જાતીય સતામણીનો ઉલ્લેખ નથી, પરંતુ પીડિતાના પ્રાઇવેટ પાર્ટને નુકસાન થયું હતું. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પીડિતાનું મોત હાડકું તૂટવાથી, શરીરમાં ઇન્ફેકશનના લીધે થયું છે.

એડિશનલ ડિરેક્ટર જનરલ પોલીસ પ્રશાંત કુમારે દાવો કર્યો છે કે પીડિતાના શરીરમાં કોઈ સ્પર્મ મળ્યા નથી, જે રેપની પુષ્ટિ કરતા હોય. તેમણે કહ્યું કે ફોરેન્સિક રિપોર્ટમાં સાબિત થાય છે કે પીડિતા પર બળાત્કાર થયો નથી, એવામાં હવે આગળની તપાસ ચાલી રહી છે. આ રિપોર્ટસ સિવાય પોસ્ટમોર્ટમમાં વાત સામે આવી હતી, તેમણે સ્પષ્ટતા કરી હતી કે પીડિતા સાથે ઘણી દરિંદગી થઇ છે અને આ જ કારણ છે કે શરીર પર જુદી-જુદી જગ્યાએ ઇજાના નિશાન છે.

પીડિતા પર 14 સપ્ટેમ્બરે ગેંગરેપ થયો હતો, ત્યારબાદ તેને સીધી હાથરસથી અલીગઢની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ જ્યારે ત્યાં તેની તબિયત સુધરી નહીં તો દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં પીડિતા એક દિવસ એડમિટ રહ્યા બાદ મોત નીપજ્યું હતું. ત્યારબાદ યુપી પોલીસ મૃતદેહને જબરદસ્તીથી હાથરસ લઈ ગઇ અને અંતિમ સંસ્કાર કરી દીધા, આ દરમ્યાન ના તો પીડિત પરિવાર હાજર હતો અને ના તો તેમની પાસેથી મંજૂરી લેવામાં આવી હતી.

પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે

  • પીડિતાના શરીર પર ઈજાના નિશાન હતા, તેણે સડવાનું શરૂ કરી દીધું હતું. આ ઇન્ફેકશનનું પરિણામ છે કે કોઈનો જીવ પણ લઇ શકે છે
  • પીડિતાના ગળા પર ઇજાના નિશાન હતા, એવામાં પીડિતાના ગળાને દબાવવાનો ઘણી વખત પ્રયાસ કરવામાં આવ્યો હતો.
  • પીડિતાના મોત પહેલા જ તેના ગળાનું હાડકું તૂટી ગયું હતું. પીડિતાના શરીરના કેટલાંક હાડકાઓ સંપૂર્ણપણે તૂટી ગયા હતા અને કેટલાકે તો કામ કરવાનું બંધ કરી દીધું હતું.
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પીડિતાના વિસેરાને પ્રિઝર્વ કરાયું હતું, જેથી મૃત્યુનું કારણ શોધી શકાય. બાદમાં તે સાબિત થયું કે મોત હાર્ટ એટેકને કારણે થયું હતું.