પતિએ "આજે સાંજે તું કંઈ હોટલમાં જમવા ગઈ હતી" આવું પત્નીને પુછતા પત્નીએ પતિને હાથે બચકું ભર્યું અને માથામાં સાણસી મારી દીધી


ગુજરાત : અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા અનિલ પંડ્યા અને તેની પત્ની અને તેના ત્રણ વર્ષના બાળક સાથે ભાડે રહે છે. તેઓ જમીન દલાલીનું કામકાજ કરે છે. ગુરુવારે રાતે 11 વાગ્યે અનિલ ઘરે આવી પત્ની અને બાળક સાથે જમવા બેઠા હતા ત્યારે અનિલે પત્ની પ્રિયાને પૂછ્યું હતું કે "આજે સાંજે તું કંઈ હોટલમાં જમવા ગઈ હતી" આ વાત સાંભળી પ્રિયાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને બોલાચાલી કરી ગાળાગાળી કરવા લાગી હતી. ઝઘડો કરી ગડદાપાટુનો માર મારી અનિલના ડાબા હાથે બચકું ભરી લીધું હતું. અનિલે તેને ધક્કો મારી દૂર કરતાં રસોડામાં જઈ સાણસી લઈને આવી અને અનિલના માથામાં મારી દીધી હતી. જેથી તેને માથામાં લોહી નીકળવા લાગ્યું હતુ. 

108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં સારવાર કર્યા બાદ તેઓને રજા આપતા પતિએ આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં તેની પત્ની સૂફીયા શેખ ઉર્ફે પ્રિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.