30 નવેમ્બર સુધી અનલોક -5ની ગાઈડલાઈન લાગુ રહેશે



નવી દિલ્હી : ઓક્ટોબરનો અંતિમ સપ્તાહ ચાલી રહ્યો છે અને લોકો અનલોક માટેની નવી ગાઈડલાઈનની રાહ જોઈ રહ્યાં છે. એટલે કેન્દ્રએ મંગળવારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે 30 સપ્ટેમ્બર એટલે કે અનલોક-5 માટે બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન જ 30 નવેમ્બર સુધી લાગુ રહેશે.

ગૃહ મંત્રાલયે કહ્યું કે આ સમય ગાળામાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં સખત લોકડાઉન પણ જારી રહેશે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા બાબતે કોઈ પ્રતિબંધ રહેશે નહિ. આ સિવાય આ માટે અલગથી કોઈ મંજૂરી પણ લેવાની જરૂર પડશે નહિ.