અમદાવાદ : શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ન્યુ કોટન ચાર રસ્તા પર આજે એક AMTSની બસે એક અજાણી મહિલાને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. અકસ્માત થવાથી લોકોના ટોળા ભેગા થયા હતા. અને પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને લોકોના ટોળા દૂર કરી મહિલાના મૃતદેહને હોસ્પિટલ મોકલ્યો હતો. અકસ્માત થાય પછી ડ્રાઈવ અને કન્ડક્ટર તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી સમગ્ર ધટના ની જાણ કરી હતી. અકસ્માત થયા પછી રોષે ભરાયેલા લોકોએ AMTSના કાચ પર પથ્થરો માર્યા હતા.
AMTS ના ડ્રાઈવરે પોલીસને જણાવ્યું કે, જ્યારે બસ લાલદરવાજા તરફ જઈ રહી હતી ત્યારે એક સિનિયર સિટીઝન મહિલા અચાનક આજુબાજુ જોયા વગર રોડ ક્રોસ કરી રહી હતી. તેમને જોઈ મેં બ્રેક મારી હતી પરંતુ કમનશીબે મહિલાની બસના આગળની સાઈટ આવી ગઈ હતી. બસના આગળના ટાયર નીચે આવી જતા મહિલાનું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ બસમાં સવાર અન્ય મુસાફરો પણ બસ માંથી ઉતરીને ભાગ - દોડ કરવા લાગ્યા હતા.