ન્યુ દિલ્હી : ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનારાનો કુલ આંકડો 1 લાખની સપાટીને પાર કરી ચુક્યો છે. ભારતમાં કોરોનાને લીધે 1 લાખ લોકોના શ્વાસ થંભી ગયા છે. આ દુનિયામાં રહ્યા નથી. કોરોનાએ 1 લાખ લોકોને આપણી પાસેથી છીનવી લીધા છે. છેલ્લા 204 દિવસથી એની સંખ્યા સતત વધારો થઇ રહ્યો છે.
વિદેશના માર્ગેથી આવેલો કોરોનાનો પ્રથમ કેસ દેશમાં 30 જાન્યુઆરીના રોજ નોંધાયો હતો. ત્યાર બાદ 21 માર્ચ જનતા કર્ફ્યુ અને પછી દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું. અને 31 મે, એટલે કે લોકડાઉનના છેલ્લા દિવસ સુધી, એટલે કે 122 દિવસમાં કોરોનાના 1.82 લાખ કેસ નોંધાયા હતા અને 5,164 લોકોનાં મૃત્યુ પામ્યા હતા, પણ 1લી જૂનથી અનલોક લાગુ થયું અને ત્યાર પછીના 123 દિવસમાં, એટલે કે 2 ઓક્ટોબર સુધીમાં આ કેસ 61.34 લાખ થઈ ગયા છે અને આ સમયમાં 95 હજાર લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનારાનો કુલ આંકડો 1 લાખની સપાટીને પાર કરી ચુક્યો છે.
આંકડાકીય માહિતી દર્શાવે છે કે જ્યાં સુધી દેશમાં લોકડાઉન હતું ત્યાં સુધી દરરોજ કેસ અને મૃત્યુના આંકડા અંકુશમાં હતા. અનલોકમાં બેદરકારી વધવા લાગી. રસી ન આવે ત્યાં સુધી માસ્કને જ આપણે રસી માન્યું નથી. એને લીધે છેલ્લા 123 દિવસમાં મૃત્યુનો આંકડો વધીને 1 લાખને પાર થઈ ગયો છે, એટલે કે અનલોક બાદ મૃત્યુદરમાં 1800 %નો વધારો થયો છે. એટલે માસ્ક એજ વેક્સીન છે તે રીતે મણિ ને માસ્ક પહેરવું જોઈએ, સોશિયલ ડીસ્ટન્ટ જાળવવું ખુબ જરૂરી છે.