અમદાવાદમાં સતત 60 કલાકનું કર્ફ્યુ , આવતીકાલે રાતના 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી લાગુ



અમદાવાદ : શહેરમાં દિવાળી અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કોરોનાના વધેલા કેસોને લીધે કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે અમદાવાદ શહેરમાં શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. સતત 60 કલાક સુધી કર્ફ્યુ રહેશે. જેમાં શનિવાર અને રવિવારે સંપૂર્ણ કર્ફ્યુ રહેશે. આ દરમિયાન અમદાવાદમાં માત્ર દૂધ અને દવાની દુકોનો જ ખુલ્લી રહેશે. સોમવારથી પણ રાત્રી 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ યથાવત રહેશે.