પીરાણા નજીક કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાથી 4 લોકોના મોત, ફાયર બ્રિગેડની 24 ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી ચાલુ


અમદાવાદ : શહેરના પીરાણા રોડ પર ગણેશનગરમાં આવેલા નાનુકાકા એસ્ટેટમાં કાપડના ગોડાઉનમાં બપોરે ભીષણ આગ લાગ્યાની ઘટના બની છે. જેને કારણે ફાયરબ્રિગેડની આઠ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.

કાપડના ગોડાઉનમાં આગ લાગતા ત્યાં એક દીવાલ પડી ગઈ હતી. અને 4ના મોત થઈ ગયા છે. ધીમેધીમે આગએ વિકરાળ સ્વરૂપ લેતા ફાયર બ્રિગેડની 24 ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે.