ગુજરાત : શિક્ષણ વિભાગે ખાનગી સ્કૂલોની માન્યતા અને હાલની સ્થિતિ પર ખાસ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરાઇ છે. સ્કૂલ શરૂ થઇ ત્યારથી લઇને અત્યાર સુધીના તમામ રેકર્ડોની માંગ શિક્ષણ વિભાગે કરી છે. જેમાં સ્કૂલો પાસેથી માન્યતા સર્ટિફિકેટ, બિલ્ડિંગ સ્ટેબિલિટી સર્ટિફિકેટ, N.A. - NOC, સ્કૂલનું કુલ ક્ષેત્રફળ અને બિલ્ડિંગ બાંધકામની જગ્યાના દસ્તાવેજો, સ્કૂલમાં ટ્રસ્ટની સ્થિતિ, સ્કૂલ કયા સ્થળે છે, બે બારણાં ધરાવતા વર્ગખંડોની સંખ્યા, શૌચાલય-પાણીની વ્યવસ્થા, મેદાન-ક્લાસરૂમની લંબાઇ-પહોળાઇની માહિતી, સ્ટાફનો પગાર કઇ બેંકમાં જમા થાય છે વગેરે 41 દસ્તાવેજો જમા કરાવવા આદેશ કરાયો છે.