હવે 200 લોકોને લગ્નપ્રસંગમાં હાજરી આપી શકશે, આ છૂટ 3જી નવેમ્બરથી લાગુ થશે

પ્રતીકાત્મક તસ્વીર
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કારણે હવે લગ્ન પ્રસંગો કેન્દ્રની ગાઈડલાઈન્સ પ્રમાણે થઈ રહ્યા છે, પરંતુ તેમાં અત્યારસુધી 100 લોકોની મર્યાદા નક્કી કરાઈ હતી.  પણ હવે લગ્નપ્રસંગમાં લોકોની હાજરી મર્યાદા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને રાજ્યમાં 200 લોકોને લગ્નપ્રસંગમાં હાજરી આપવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ આના માટે કોવિડ-19ની ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે. અને 200 મહેમાન હોય તો સમારોહ-સ્થળની ક્ષમતા 400 મહેમાનની હોવી જોઇએ. જોકે આ છૂટછાટો આવતીકાલે 3જી નવેમ્બરથી લાગુ થશે. બંધ હોલના કિસ્સામાં આવા પ્રસંગ માટે હોલની કેપેસિટી 50 ટકા સુધી છૂટ અપાશે.

હવે તમે પહેલાંની જેમ ધામધૂમથી લગ્ન કરી શકશો. લગ્ન સમારંભોમાં 200થી વધુ મહેમાનોને આમંત્રિત કરી શકાશે. કોરોનાના કારણે બંધ રહેલાં સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય આયોજનો પણ આ રીતે શરૂ થઇ શકશે. ધારો કે તમે લગ્નમાં 200 મહેમાનને આમંત્રિત કરી રહ્યા છો, તો સમારોહ સ્થળની ક્ષમતા 400 મહેમાનની હોવી જોઇએ.