વસ્ત્રાપુર પોલીસે AMCના ક્લીનર મશીનમાંથી 44 લીટર ડીઝલ ચોરી કરતા રંગેહાથ ત્રણ લોકોને પકડ્યા

ફાઈલ ફોટો

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કરવાના ક્લીનર મશીનમાં( ટ્રક)થી ડીઝલ ચોરી કરવાનું કૌભાંડ વસ્ત્રાપુર પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે ડ્રાઈવર, ક્લિનર અને ડીઝલ ખરીદનારની ધરપકડ કરી છે.

વસ્ત્રાપુર પોલીસની શી ટીમને માહિતી મળી હતી કે એસ.જી. હાઇવે પર રાજપથ ક્લબ પાછળ પંડિત દિનદયાળ હોલ પાસે AMC ના કર્મચારી દ્વારા સફાઈ કરવાના ક્લીનર મશીન(ટ્રક)માંથી ડીઝલ ચોરી કરવામાં આવી રહ્યું છે. આ માહિતી મળતાંની સાથે પોલીસની શી ટીમે વોચ ગોઠવીને મશીનના ડ્રાઈવર પરવેજ ખાન, સફાઈ કર્મચારી કરીમખાન પઠાણ અને ડીઝલ ખરીદનાર શ્રવણજી વણઝારાને રંગેહાથે ઝડપી લીધા હતાં. પોલીસે આ ત્રણેયની ધરપકડ કરીને 44 લીટર ડીઝલ, કેરબો અને ગરણી સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. પોલીસે આ ત્રણેયને કેટલા સમયથી ડીઝલ ચોરી કરતા હતા તે અંગેની પણ પૂછપરછ અને ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.