દિલ્હીનું ‘બાબા કા ઢાબા’ (Baba Ka Dhaba) ફરી ચર્ચામાં, બાબા ગયા પોલીસ સ્ટેશન, YouTuber વિરૂદ્ધ કેમ કરી ફરિયાદ?


દિલ્હી : એક મહિના અગાઉ એક વિડિઓ વાયરલ થયો હતો. તે વાયરલ વીડિયોથી ચર્ચામાં આવેલા દિલ્હીનું ‘બાબા કા ઢાબા’ (Baba Ka Dhaba) ખુબ ચર્ચામાં રહ્યું હતું તેમને મદદ કરવામાં માટે ઘણા સેલિબ્રિટીઓ એ મદદ માટે અપીલ કરી હતી. પણ હવે દિલ્હીનું ‘બાબા કા ઢાબા’ (Baba Ka Dhaba) ફરી ચર્ચામાં છે. દિલ્હીનું ‘બાબા કા ઢાબા’ ચલાવનાર કાંતા પ્રસાદ એ માલવીય નગર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ કરી છે. તેમનો આરોપ છે કે તેમનો વીડિયો બનાવનાર યુટ્યુબર ગૌરવ વાસન (YouTuber Gaurav Wasan) એ છેતરપિંડી કરી છે. 

આ ફરિયાદ અનુસાર લોકોએ બાબાને જે લાખો રૂપિયાની આર્થિક મદદ કરી હતી. ‘બાબા’નો આરોપ છે કે જે તેમના અને તેમની પત્નીની મદદ માટે નાણાં જમા થયા હતા તેમાં ગૌરવે હેરાફેરી કરી છે. વિડિઓ બનાવનાર ગૌરવ વાસન યુટ્યુબર છે. ગયા મહિનાની શરૂઆતમાં વાસને પોતાના સોશિયલ મીડિયા પર ‘બાબા કા ઢાબા’ અંગે વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં કાંતા પ્રસાદ અને તેમના પત્ની બાદામી દેવી રડતા-રડતા પોતાના દર્દને વર્ણવતા હતા. વાસનનો આ વીડિયો વાયરલ થયા બાદ ‘બાબા કા ઢાબા’ પર લોકોની ભારે ભીડ એકત્ર થવા લાગી હતી. તેમને પૈસા ટ્રાન્સફર કરીને મદદ કરવાનો પણ સગવડ કરાઈ હતી. પ્રસાદનો આરોપ છે કે ગૌરવે તેમાં ગડબડી કરી છે. બાબાના મતે ગૌરવે જાણીજોઇને માત્ર પોતાના અને પોતાના પરિવારવાળાની જ બેન્ક ડિટેલ્સ શેર કરી અને ઘણા રૂપિયા જમા કરાવી લીધા. તેમણે એ પણ આરોપ મૂકયો કે ગૌરવે તેને કોઇ લેવડ-દેવડની માહિતી આપી નથી.

બીજી તરફ ગૌરવ વાસને તમામ આરોપોને નકારી દીધા છે. તેમણે કહ્યું કે બધા જ પૈસા પ્રસાદના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. ગૌરવ વાસને કહ્યું કે જ્યારે મેં વીડિયો બનાવ્યો હતો તો મને ખબર નહોતી કે આ આટલો મોટો થઇ જશે. હું નથી ઇચ્છતો કે લોકો બાબાને પરેશાન કરે આથી મેં મારી બેન્ક ડિટેલ્સ આપી દીધી. ગૌરવ વાસને પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પણ મૂકયો છે જેમાં તે બેન્ક ટ્રાન્સફરની ડિટેલ્સ દેખાડયો નજર આવે છે. તેમણે ફેસબુક પેજ પર બેન્ક સ્ટેટમેન્ટ અપલોડ કર્યાનો પણ દાવો કર્યો છે. આ કેસમાં સાઉથ દિલ્હીના ડીસીપી અતુલ ઠાકુરનું કહેવું છે કે તેમાં તપાસ કરી રહ્યા છે. જો કંઇ સામે આવશે તો કેસ કરીશું. જેમાં એ ખબર પડશે કે બાબાને આર્થિક મદદ આપનાર કેસમાં કોઇએ કંઇ હેરફેર કરી છે. તો તેની વિરૂદ્ધ કેસ નોંધીને કાર્યવાહી કરાશે. હાલ તપાસ ચાલી રહી છે.