![]() |
વડનગર કોલેજના કાઉન્સેલીંગ સેન્ટર ડાયરેકટર ડૉ. રાજેશ પરમાર |
ગુજરાત : કોરોનામાં માનસિક સ્વાસ્થ્ય જાળવવા 'મનોમાસ્ક' રિસર્ચ આર્ટિકલ માટે વ.ના.સ. બેંક લી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના કાઉન્સેલીંગ સેન્ટર ડાયરેકટર 'ભક્ત કવિ નરસિંહ મહેતા એવોર્ડ' પ્રાપ્ત થયો.
મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ 2 દિવસીય ઓનલાઈન કોંફરન્સ "માતૃભાષામાં માનસિક સ્વાસ્થ્ય મનોમંથન" નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતભરની વિવિધ 11 યુનિવર્સીટીમાંથી 200 પ્રતોયોગી અને 145 રિસર્ચ પેપર ઓનલાઈન વેબીનાર દ્વારા રજુ કરવામાં આવ્યા હતા.
વડનગરનું ગૌરવ અને ગુજરાતના જાણીતા માઈન્ડ ટ્રેનર અને સાયકોલોજીસ્ટ ડૉ. રાજેશ પરમાર એ "મનોમાસ્ક" - કોવિડ-19 માં મનોવિજ્ઞાનનું મહત્વ વિષય પર વિશ્લેષણાત્મક સંશોધન લેખ રજૂ કર્યો હતો. આ સંશોધનમાં તેઓ જણાવે છે કે જેમ શરીર ને વાયરસથી બચાવવા માસ્ક જોઈએ તેમ મન ને પણ નકારાત્મક વાયરસથી બચાવવા 'મનોમાસ્ક' જરૂરી છે. આપણું મગજ કચરાપેટી નથી કે કોઈ પણના નેગીટિવ વિચારો આપણે સ્વીકારી લઈએ. માનસિક સ્વાસ્થય સાચવવા ના 5 મહ્ત્વપૂર્ણ ટિપ્સ પણ તેમને અસરકારક રીતે રજૂ કરી હતી.
તેમને 'ભક્ત કવિ નરસિંહ મહેતા એવૉર્ડ' માટે પસંદ કરવામાં આવ્યા છે. કોલેજના પ્રિન્સિપાલ શ્રી દિલખુશભાઈ પટેલ, મનોવિજ્ઞાન અધ્યક્ષ ડૉ. હનીફ નાંદોલિ, ડૉ. નિતેશ પટેલ, ડૉ. દિનેશ પટેલ તથા સૌરાષ્ટ્ર - સરદાર પટેલ - ગુજરાત - ભાવનગર જેવી વિવિધ યુનિવર્સીટીઓના અધ્યક્ષો એ અભિનંદન પાઠવ્યા હતા. વડનગરની જનતા તે બદલ ખુબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. ડૉ. રાજેશ જણાવે છે કે આ એવોર્ડ માટે તેઓ એટલા માટે પણ હર્ષની લાગણી અનુભવે છે કે તેઓની કર્મભૂમિ વડનગર છે જ્યાં કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.