અમદાવાદ : આજે બપોરે શહેરના અખબારનગર અન્ડરબ્રિજમાં આખી બસ જ ઘૂસી જતાં બસનાં બે ફાડિયાં થઈ ગયાં, જેમાં બે લોકોને ઈજા પહોંચી છે. આ બે ઈજાગ્રસ્ત લોકો માંથી ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી છે. જો કે સદનસીબે બસમાં બે-ચાર લોકો જ હતા, જો વધુ લોકો હોત તો કોઈનું મોત પણ થઈ શક્યું હોત.
આ અકસ્માતના પગલે પોલીસ અને 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યાર બાદ તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે ડ્રાઈવરને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.